કપરાડા: તાલુકાના અનેક ગામોમાં આજે પણ કોઈકનું નિધન થાય તો તેવા વ્યક્તિની અંતિમયાત્રામાં લોકો નનામી ઊંચકી દોઢથી બે કિલોમીટર સુધી કૈલાશધામ સુધી લોકો ચાલીને જતા હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે પરંતુ દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન અંતિમયાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે મુશ્કેલી પડતી હોય છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાને લઈ કપરાડા તાલુકામાં પ્રથમવાર નાનાપોઢા ખાતે અંદાજિત રૂપિયા ૧૨ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ભવ્ય મોક્ષરથ નો લોકાર્પણ કાર્યક્રમ નાનાપોન્ડા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે આ સ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર શ્રીફળ વધેરી મોક્ષરથ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાનાપોઢા સરપંચ અને એપીએમસી માર્કેટના ચેરમેન મુકેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ રમેશભાઈ ગામીત, જિલ્લા પંચાયતના નેતા શૈલેષભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી મયંકભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
DECISIN NEWS ને મળેલ માહિતી મુબજ આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ જણાવ્યું કે અંતિમયાત્રા લઈ જવા માટે ચોમાસા દરમિયાન અનેક ગામોના લોકોને મુશ્કેલી પડે છે મોક્ષ રથનો પ્રારંભ થયા બાદ હવે લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. મોક્ષરથ નું લોકાર્પણ થતાં નાનાપોઢા અને તેની આસપાસના પાનસ, ખુટલી, વડ ખંભા, બાલચોડી, ચિવલ,બબરખડક, જોગવેલ, જેવા નજીકના અનેક ગામોના લોકોને અંતિમયાત્રા માટે ઉપયોગી થશે આ પ્રસંગે મોક્ષરત બનાવવામાં દાન દાતાઓએ આપેલા સહયોગનો પણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો એમણે કહ્યું કે પુણ્ય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલું ધન સદા બમણું થઈને દાન દાતા ને મળતું હોય છે આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત મોક્ષરત લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા