વાંસદા: આદિવાસી સમાજ માટે આજે ખુબ જ દુઃખ દાયક ઘટના બની અને એ છે SC OBC માઈનોરિટી અને આદિવાસી સમાજના હક અધિકાર ની લડત માટે પોતાનું સર્વે સરવું જીવન આપનાર સામાજિક આગેવાન અને સાચા માર્ગદર્શક એવા રોમેલભાઈ સુતરિયાજીએ અચાનક આ ફાની દુનિયાને અલવિદા કહી પ્રકૃતિમાં વિલીન થઇ ગયા.’સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી, વિદાચ તારી અણધારી હશે એ… કયાં ખબર હતી..’
હું ડો. અવિનાશ પટેલ પહેલી વખત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં PH.D ના અભ્યાસ દરમિયાન રોમેલભાઈ વિષે મારા મિત્ર ડેનિયલ ગાંમિત જાણ્યું.. અને થોડા દિવસમાં જ વ્યારા ખાતે તેમને મળ્યો હતો એ ચા ની ટપરી આજે આખો દિવસ નજર સામે તરી રહી છે. આદિવાસી સમાજના કડવા પ્રશ્નો અને સમસ્યાઓ પર અમે લગભગ ચાર પાંચ કલાકો વાતો કરી અમુક મુદ્દાઓ પર એ મને સહમતી આપતા અમુક પર તેમના વિચારો મને એમને સલામી આપવા મજબુર કરતા ત્યાર બાદ તો અમે અવાર નવાર આદિવાસી સમાજના સળગતા સવાલો પર કલાકો ને કલાકો વાતો કરતાં.. અમે છેલ્લાં બે વર્ષથી અમારી મિત્રતા અમને લોકોની સમસ્યા સમજવામાં સતત માર્ગદર્શક બની રહી.
તેમનું આકર્ષક વ્યક્તિત્વ અને સામે મળે કે ફોન પર હોય પણ માલિક કહીને બોલવાની એમની અદા કદાચ કોઈ મિત્ર ન ભૂલી શકે.. એમની આદિવાસી સામાજિક પ્રતિબદ્ધતા રોમેલની ખાસિયત કહી શકાય.. અમદાવાદ જેવી ડ્રીમ સીટીનો યુવાન આદિવાસી વિસ્તારો ખૂંદે અને ત્યાં રહેતા લોકોના ભલા માટે અને તેમની સમસ્યાઓ માટે સરકાર અને વહીવટીતંત્ર સામે આંદોલનો કરે.. અને લોકોને ન્યાય અપાવે.. તેમના લોક ન્યાય અને લોકસેવા ભૂલી નહિ શકાય..
આજે સવારે જ્યારે ઉઠી પહેલો મેસેજ વાંચ્યો મિત્ર જીમ્મીના FB પર રોમેલભાઈના પ્રકૃતિ વિલીન થયાનો વાંચ્યો તો માનવું અશક્ય થયું અને દિલ ભરાઈ આવ્યું.. મમ્મી પાસે ગયો અને કહ્યું આજે મેં એક ખુબ જ નજીકના અને મને હંમેશા મંજિલ તરફ પ્રાત્સાહિત કરતાં મિત્રને ગુમાવી દીધો.. ભીની આંખની એ રજુવાત કરતાં મારાથી ડૂસકાં ભરાઈ ગયા.. દોસ્ત અલવિદા.. હવે ફરી કયારેય ન મળીએ શકીએ એવી સફર પર તું નીકળી ગયો.. હંમેશા તારી કમી આપણા બધા મિત્રોમંડળને થશે એમાં બેમત નથી.