વાંસદા: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્વખર્ચે વાંસદા તાલુકામાં 150 રિચાર્જ બોર ફાળવતા વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્વખર્ચે વાંસદા તાલુકામાં 150 જેટલા રિચાર્જ બોર ફાળવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનું પ્રદેશ આદિજાતિના મહામંત્રી પિયુષ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ, ભાજપ મહામંત્રી રાકેશ શર્મા, સંજય બિરારી, સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમાબેન પટેલ સહિત ભાજપીઓ હાજર રહ્યાં હતા.

આ પ્રસંગે આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાણીની સમસ્યા નિવારવા માટે હજારો બોર કરાવ્યા છે પરંતુ ઉનાળાની સિઝનમાં બોરમાં પાણી ઉતરી જવાના કારણે પાણીની સમસ્યા થતી હોવાથી બોરમાં બારેમાસ પાણીનો સંગ્રહ જળવાઈ રહે એ હેતુથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા 150 જેટલા રિચાર્જ બોરનું કાર્ય પૂર્ણ થઈ જશે.