બજેટસત્ર: હિમાચલના મંડીથી ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હંમેશા જ નશામાં રહે છે, તેમનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઇએ.
કંગનાએ સાથે જ કહ્યું હતું કે રાહુલ ગાંધી હંમેશાથી જ બંધારણને આઘાત આપતા રહ્યા છે. કંગનો કહ્યું હતું કે રાહુલ ગાંધી જે હાલતમાં સંસદમાં આવે છે અને જે રીતના તર્ક રજૂ કરે છે, તેને જોતા એમ લાગે છે કે તેઓ હંમેશા નશામાં રહે છે.
આ પહેલા પણ કંગનાએ ગત 1 જુલાઇના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા વાકપ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસના નેતાએ કોઇ થેરેપી લેવી જોઇએ. રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કંગનાએ રાહુલના ભાષણોને ગેરજવાબદારીભર્યા ગણાવ્યા હતા.