વાંસદા: હાલ છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે શાકભાજીમાં લોકોને મોંઘવારીનો માર વાગી રહ્યો છે. મોટાભાગની શાકભાજીના ભાવમાં હાલમાં વધારો થયો છે. જેમાં ચોળીના ભાવે 200 કિલો વેચાતાં ડબલ સદી ફટકારી છે. તો પ્રતિકિલો ભીંડાનો 100 માં વેચાય રહ્યા છે.
Decision News એ શાકભાજી માર્કેટની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ચોળીના 200, ભીંડાનો 100, ટિંડોળાનો પ્રતિકિલોનો ભાવ 120 રૂપિયા થઇ ગયા છે. પાપડી 140 અને ફણસી 120-160 રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહી છે. ગવાર 140-150 રૂપિયા કિલો અને ટામેટાના ભાવ 60-80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. કોથમીરનું 150 રૂપિયા કિલો અને મરચાંનું 100 રૂપિયા કિલોના, તો રીંગણ 80 રૂપિયા કિલો, ગલકા અને તુરિયા 100 રૂપિયા કિલોના ભાવે વેચાય રહ્યા છે. ડુંગળી અને બટાકાના ભાવ 50-60 રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહ્યા છે.
સતત વરસતો વરસાદે ગૃહિણીઓની ચિંતામાં વધારો કરતાં તેમનું બજેટ ખેરવી નાખ્યું છે. શરીરને વિટામીન આપતી શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહણીઓ મુઝવણમાં મુકાવવાનો વારો આવી ગયો છે. હવે આવનારા સમયમાં આ શાકભાજીના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે એ જોવું રહ્યું.