રાજસ્થાન: થોડા દિવસ પહેલાં રાજસ્થાન શિક્ષા વિભાગે આદિવાસી મહિલાઓને સિંદુર ન લગાવવું અને મંગળસૂત્ર ન પહેરવાવાળા નિવેદન માટે એક મહિલા શિક્ષક મેનકા ડામોરને સસ્પેન્ડ કરી દીધી છે. શિક્ષિકા વિરુદ્ધ રાજસ્થાન વર્તન નિયોમોનું ભંગ કરવા અને શિક્ષા વિભાગની છાપ ખરાબ કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે.

19 જુલાઈએ બાંસવાડાના માનગઢ ધામમાં આયોજિત એક વિશાળ રેલીમાં સુશ્રી ડામોરે કહ્યું હતું કે આદિવાસી મહીલાઓને પંડિતોની વાતો પર અમલ ન કરવું જોઈએ. આદિવાસી પરિવાર સિંદુર નથી લગાવતા, મંગલસૂત્ર નથી પહેરતા. આદિવાસી સમાજની મહિલાઓ અને છોકરીઓને શિક્ષા પર ધ્યાન આપવું જોઈએ. હવેથી તમે બધા વ્રત-ઉપવાસ કરવાનું બંધ કરી દો. આપણે હિંદુ નથી. આદિવાસી સમાજની મહિલાઓએ આપત્તિ બતાવી હતી. મામલામાં શિક્ષા વિભાગના સંયુક્ત નિયામકે કાર્યવાહી કરતા કહ્યું કે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધી છે.

મેનકા ડામોર આદિવાસી પરિવાર સંસ્થાની સંસ્થાપક પણ છે અને વર્તમાનમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિધાલય સાડામાં કાર્યરત છે. મેગા રેલીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનાં આદિવાસી સમુદાયનાં હજારો લોકો હાજર રહ્યા હતા.