ગુજરાત: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે ચાંદીપુરાના કેસની સંખ્યા 127 થઈ ગઈ છે, જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 48 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં જોવા મળ્યા છે. જયારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 12-12 કેસ, અરવલ્લી અને મહેસાણામાં 7, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં 5-5 કેસ સામે આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વળતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગુજરાતમાં વકર્યો ચાંદીપુરા વાયરસ.

ચાંદીપુરા વાયરસની તપાસ માટે નેશનલ વાયરોલોજીની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. નેશનલ વાયરોલોજીની ટીમે પંચમહાલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી. નેશનલ વાયરોલોજીની ટીમ લુણાવાડા પહોંચી છે. ત્યારે જિલ્લાવાર ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસને અટકાવવા દોડધામ થઈ ગઈ છે. તો બીજી તરફ 42,637 ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 5.45 લાખ કાચા ઘરોમાં પાવડરનો છંટકાવ કરાયો તેમજ 1.27 લાખ ઘરોમાં સ્પ્રેઇંગ કરવામાં આવ્યું છે.

ચાંદીપુરા વાયરસના ક્યાં કેટલા કેસ?

પંચમહાલ – 15 કેસ
સાબરકાંઠા – 12 કેસ
અમદાવાદ કોર્પોરેશન – 12 કેસ
મહેસાણા – 07
અરવલ્લી – 07
ખેડા- 06
જામનગર – 06
વડોદરા – 06
સુરેન્દ્રનગર – 05
રાજકોટ – 05
બનાસકાંઠા – 05
રાજકોટ – 04
કચ્છ – 03
ભરૂચ – 03
ગાંધીનગર- 03
દાહોદ – 03
છોટા ઉદેપુર – 02
નર્મદા- 02
સુરત – 02
મહીસાગર – 02
અમદાવાદ ગ્રામ્ય – 01
જામનગર શહેર – 01
ભાવનગર – 01
દ્વારકા – 01