વલસાડ: આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશ ના વિરોધને વખોડવા બાબતનુ વલસાડ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું જેમાં ABRSM વલસાડના અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર, મહામંત્રી શ્રી રામુભાઈ પટેલ, સંગઠનમંત્રી શ્રી કિરણભાઈ પટેલ, વલસાડ તાલુકા અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, મહામંત્રી કલ્પેશભાઈ પટેલ, કપરાડા તાલુકા અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી ,વાપી તાલુકા અધ્યક્ષ હેતલભાઈ પટેલ, પારડી તાલુકા અધ્યક્ષ કેશવભાઈ રોહિત સાથે તમામ હોદ્દેદાર શ્રીઓ ની હાજરીમાં આશરે 100 જેટલા શિક્ષકોની સાથે કલેકટર શ્રી ને આવેદનપત્ર સોંપવામાં આવ્યું
DECISION NEWS ને મળેલ માહિતી મુબજ ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારે છે.
*આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ના જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા નો તબક્કા વાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચકોટીના જીવન મૂલ્યો શીખી શકશે. સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ નિર્ણયને હંમેશા યાદ રાખશે. શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વલસાડ કડક શબ્દોમાં વખોડે છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન -ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતોને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષો એ શ્રીમદ ભાગવત ગીતામાંથી સદજીવન માટે પ્રેરણા લીધી છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય, નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતિક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતના શ્લોકો નો આધાર લઈ સત્ય સ્થાપના તથા સત્યાગ્રહ નો આગ્રહ રાખી અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે.
*અમુક વ્યક્તિઓ દ્વારા ભગવદ્ ગીતા નો વિરોધ કરે છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વખોડે છે તથા સરકારશ્રીને લાગણી અને માગણી કરે છે કે જે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે તે સદાય નિરંતર ચાલુ રાખવો એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા વિનંતી અને અપીલ છે.

