ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ શકે એ માટે ખાનગી અને ઇમરજન્સી શાખાઓ સિવાય સરકારી કચેરીઓ/કંપનીઓ/સંસ્થાઓના કર્મચારીઓ માટે રજા કરવા બાબતનો ઠરાવ સાથે ધરમપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભામાં કલ્પેશ પટેલે શું રજુવાત કરી જુઓ વિડીયો..

 

આ સામાન્ય સભામાં મુખ્યત્વે નીચે પ્રમાણે પ્રશ્નોની ચર્ચા થઇ હતી..

1. વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ શકે એ માટે ખાનગી અને ઇમરજન્સી શાખાઓ સિવાય સરકારી કચેરીઓ/કંપનીઓ/સંસ્થાઓ ના કર્મચારીઓ માટે રજા કરવા બાબતનો ઠરાવ કરવો.

2. આદિવાસી વિસ્તારના બાળકો ને શિક્ષણ ની ખૂબ જરૂરિયાત હોય જેથી ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય જેવીકે વસ્તી ગણતરી,સરકારી પ્રોગ્રામ માં ભીડ લઈ જવી,ગરીબ કલ્યાણ મેળામાં ,કોઈ નેતા આવે ત્યારે,ચૂંટણી ના કાર્ડ બનવવાની કામગીરી(BLO)માં જોડી દેવામાં આવે છે જેથી આ તમામ પ્રવૃતિઓથી અળગા રાખી ફક્ત શિક્ષણ પરજ મહત્વ આપવામાં આવે તે બાબત નો ઠરાવ કરી શિક્ષણ વિભાગ ને આપવો

3. આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ બાબતે ગ્રામપંચાયત નો ઠરાવ લઈને જ કામગીરી કરવા બાબતે GEB ના વહીવટી તંત્ર ને જાણ કરવામાં આવે

4. આદિમજૂથ ના બાકી રહી ગયેલા આવાસો નું તાત્કાલિક સર્વે કરી આવાસ ફાળવવામાં આવે

5. વાપી થી શામળાજી નેશનલ 56 રોડ જેમાં કરવદ થી ખાનપુર સુધી 22.5 કરોડ નો રોડ બનાવવામાં આવેલ હતો ત્યારે પણ લેખિત માં ફરિયાદ કરી હતી કે રોડ માં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હાલે આ રોડ પર ધરમપુર બિરસામુંડા સર્કલ થી આગળ કરંજવેરી માંન નદીના પુલ પાસે,3 રસ્તા કાંગવી ફાટક, આંબા ફાટક પાસે ખાડાઓ માં અકસ્માત અનેક બનાવો બન્યા છે જેથી આ ખાડાઓ નું પ્રોપર નિરાકરણ બાબતે કાર્યપાલક ઇજનેર શ્રી ને જાણ કરવામાં આવે,

6. ધરમપુર તાલુકા માં કેટલી શાળાઓ છે કેટલી શાળાઓ જર્જરિત છે અને કેટલી શાળાઓ તોડવાની મંજૂરી આપવામાં આવી છે તો ત્યાં શાળાના બાળકો હાલમાં ક્યાં અભ્યાસ કરે છે કારણકે રાજપુરી તલાટ ગામે બાળકો પંચાયત પર બેસી અભ્યાસ કરે છે,ગોરખડા ગામે બાજુના મકાન માં અભ્યાસ કરવા મજબૂર છે મારઘમાંળ ગામની પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીનીઓ માટે બાથરૂમ ની સુવિધા નથી જે તાત્કાલિક બનવવા બાબતે.

7. ખડકી ગામે આદિમજૂથનું આવાસમાં મુરલ જઝીરામભાઈ ગાયકવાડ કે જેમને સરપંચશ્રી સાથે મળીને ઘર બનાવ્યા વગર બીજાનું ઘર બતાવીને પહેલો અને બીજો હપ્તો ઉપાડી લીધો હોય જેથી આવા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા બાબતે TDO શ્રી રજુઆત કરી અને TDO શ્રી દ્વારા પણ કાર્યવાહી થછે ની વાત કરી.

8. ભેંસદરા ગામની પ્રાથમિક શાળામાં મંદબુદ્ધિના બાળકને શિક્ષક દ્વારા મારવામાં આવેલ હોય એના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેની ચર્ચા થઇ.