સુરત: સરથાણા કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એમ જાણવા મળ્યું છે કે આરોપી બસ ડ્રાઈવરે રોશન દુધાત વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી.
સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી 17 વર્ષની સગીર વિદ્યાર્થિની સાથે કોરોના સમયે રોશન દુધાત નામના બસ ડ્રાઈવર સાથે ઓળખ થઇ. અને તેણે સગીરાને લગ્નની લાલચ આપી અત્યારે તે હોસ્ટેલ માંથી પિતા બની રજા લઇ ભગાડી ગયો હતો. અને આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે, તેમની છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહિ તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી.
હાલમાં આ બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે અને ફરિયાદના આધારે સરથાણા પોલીસે આરોપી બસ ડ્રાઇવર રોશન દુધાતની ધરપકડ કરી તેની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે











