વાંસદા: નેશનલ હાઇવે પર ટોલ કર ભરનાર માટે અનેકવિધ સુવિધાઓ હોય છે તેના વિષે તમને કદાચ જાણ પણ નહિ હોય ત્યારે

DICISION NEWS ને મળેલ માહિતી મુબજ તમને એ સુવિધાથી અવગત કરાવી રહ્યું છે. તો ચાલો ટોલની રસીદની કિંમત સમજીએ, ટોલ બૂથ પર મળતી રસીદને કેમ સુરક્ષિત રાખવા જોઈએ? શું છે વધારાના ફાયદા શું ? ચાલો આજે જાણીએ.

1. ટોલ રોડ પર મુસાફરી કરતી વખતે જો તમારી કાર અચાનક બંધ થઈ જાય તો તમારી કારને ટોઇંગ અને લઈ જવાની જવાબદારી ટોલ કંપની છે.

૨. એક્સપ્રેસ હાઇવે પર તમારી કારનું પેટ્રોલ અથવા બેટરી પૂરી થઈ જાય તો ટોલ કલેક્શન કંપની તમારી કારને બદલીને પેટ્રોલ અને એક્ટીરીયર ચાર્જિંગ પ્રદાન કરવા માટે જવાબદાર છે તમારે 1033 પર કોલ કરવો જોઈએ. દસ મિનિટમાં મદદ કરશે અને 5 થી 10 લીટર પેટ્રોલ ફ્રી મળશે. કાર પંચર થઈ જાય તો પણ મદદ માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો.

૩. જો તમારી કાર અકસ્માતમાં હોય તો પણ તમે અથવા તમારી સાથે આવતા કોઈ વ્યક્તિ ટોલ રસીદ પર આપેલ ફોન નંબરનો સંપર્ક કરવો જોઈએ.

૪. કારમાં મુસાફરી કરતી વખતે અચાનક કોઈ બીમાર પડે તો તેને તરત હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી શકે છે. આવા સમયમાં એમ્બ્યુલન્સ તમારા સુધી પહોચાડવાની જવાબદારી ટોલ કંપનીઓની છે.