કામરેજ: ખેડૂતની વડીલો પાર્જીત મિલક્તમાં સીધી લીટીનાં વારસદારોનાં નામ કમી કરી આપવાનાં બદલામાં લાંચની માંગણી કરી સરકારી કર્મચારી તલાટી સોનલ દેસાઈ નામની મહિલા નવ હજારની લાંચ લેતા ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવી પારડી ગામમાં વડીલોપાર્જીત મિલકતમાં નામની કમી કરવા માટે રૂ.૯ હજારની લાંચ માંગનાર મહિલા તલાટી કમ મંત્રીને આજે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નવી પારડી કામરેજ ખાતે આવેલી તેની ઓફીસમાં જ લાંચની રકમ રૂ.૯ હજાર લેતા રંગે હાથ ઝડપી પાડી હતી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કામરેજના નવી પારડી ગામમાં રહેતા એક ખેડૂતની વડીલોપાર્જીત મિલકતમાં પોતાના સીધી લીટીના વારસદારોના નામ ચાલી આવતા હતા તેની કમી કરવાની હતી જેને લઈને સોનલ દેસાઈ નવ હજારની માંગણી કરી હતી અને તેમાં તે એન્ટી કરપ્શન બ્યુરોની હાથે ઝડપાઈ ગઈ હતી.