વલસાડ: વલસાડ સિવિલ હોસ્પિટલમાં પારડીના અજાણ્યા યુવકનું મોત થયાનું ઘટના સામે આવી છે. આ યુવકના હાથની આંગળીઓમાંથી 6 વીંટી મળી આવી છે. શરીર પર બ્લ્યુ કલરની હાફ બાયની ટી-શર્ટ, આસમાની ગ્રે કલરનું પેન્ટ અને ગળામાં કાળા મણકાવાળી માળા પહેરેલી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રેંટલાવ ગામમાં ઉદવાડા બસ સ્ટેશન નજીક રોડની બાજુમાં એક અજાણ્યો 37 થી 42 વર્ષીય ઈસમ કોઈ બિમારીના કારણે અથવા કોઈ અગમ્ય કારણસર સૂતેલો હોય તે ન ઉઠતા તેને 2 જુલાઈ 2024ના રોજ 108 એમ્બ્યુલન્સ મારફત વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 3 જુલાઈ 2024ના રોજ સવારે 9-10 કલાકે મોત નિપજ્યુ હતું. જેનું પીએમ કરવામાં આવ્યું હતું. વાલી વારસો ન મળતા લાશ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મૃતક શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે. શરીર પર બ્લ્યુ કલરની હાફ બાયની ટી-શર્ટ, આસમાની ગ્રે કલરનું પેન્ટ અને ગળામાં કાળા મણકાવાળી માળા પહેરેલી છે. મરણ જનારની આંગળીઓમાં પીળા કલરની ધાતુની છ વીટીઓ મળી આવી હતી. જેમાં એક વીટી ઉપર અંગ્રેજીમાં A લખેલું છે. બીજી વીંટી પર કાચબાનું ચિત્ર છે. ત્રીજી વીંટી ફૂલના ચિત્ર વાળી છે. ચોથી વીંટી પીળા કલરની ધાતુની છે. પાંચમી વીંટીમાં દિલના ચિત્રમાં અંગ્રેજીમાં L લખેલું છે. છઠ્ઠી વીંટીમાં શનિ લખેલુ છે.