ગણદેવી: લોકોની ધીરજ ક્ષમતા અત્યારે ખુબ જ ઘટતી જાય છે. આવો જ એક બનાવ નવસારીમાં બન્યો છે. નવસારીમાં એક વકીલે આત્મહત્યા કરી હોવાની જાણકારી સામે આવી છે. ગણદેવી તાલુકાના ધમડાછા ગામે બની આ ઘટના નોંધનીય છે કે, તેજશ વશી નામના વકીલે આત્મહત્યા કરી લીધી છે.

Decision News ને મળતી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના ધમડાછા ગામે આ ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ દિવસ અગાઉ પોતાના ઘરેથી વકીલ નીકળ્યા હતા. અત્યારે તેમની પોતાની કારમાંથી જ તેજશ વશી નામાના વકીલની લાશ મળી છે. વકીલ તેજશ વશીની ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ વધુમાં વાત કરવામાં આવો તો, પોલીસને વકીલ તેજશ વશીની ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી છે. આ સાથે સાથે કારમાંથી પોલીસને ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે.

અત્યારે પોલીસે લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, નવસારી (Navsari)ના વકીલે ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે કોઈ ચોક્કસ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.