સુરત: ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી અવાવરું જગ્યાએથી પ્લાસ્ટિકના પ્રેમમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હોય તેવી હાલતમાં એક લાશ મળી આવી હતી. આ સાથે જ ડ્રમમાં કપડાના ડૂચા, રેતી અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. જેથી લાશ બહાર નીકળી શકે તેમ ના હોવાથી આખા પ્લાસ્ટિકના ડ્રમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતુ. જ્યાં ડ્રમને કાપીને જોતા તેમાંથી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ અંગે ACP એન.પી.ગોહિલે જણાવ્યું કે, ટેલિકોમ કંપનીમાં કામ કરતો કર્મચારી જે જગ્યાએથી લાશ મળી ત્યાંથી પસાર થતા હતા. આ બનાવની જગ્યા ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં સચિનથી ડીંડોલી તરફ જતા રોડ પર આવેલી છે. તેઓને વાદળી કલરના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડબોડી નજરે ચક્યો હતો, ત્યાં થોડું પાણી પણ ભરાયેલું હતું અને ડ્રમમાં ડેડબોડીના ફકત પગ જ દેખાતા હતા.

આ દરમ્યાન પોલીસ ત્યાંથી પસાર થઈ હતી જેથી તેઓએ પોલીસને ઉભા રાખી જાણ કરી હતી કે પ્લાસ્ટિકના પીપમાં એક લાશ પડેલી છે. જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પ્લાસ્ટિકનું પીપ મૃતદેહ સહીત બહાર કાઢવામાં આવ્યું હતું.

ડર્મમાં મળેલ મૃતદેહ જોતા તે મહિલા હોવાનું માલૂમ પડ્યું હતુ. જેણે શરીરે જાબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેર્યું છે. લગભગ 2 દિવસ જૂનો મૃતદેહ હોવાનું હાલ લાગી રહ્યું છે. હાલમાં ફોરેન્સિક પીએમની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે અને હજુ સુધી મહિલાની ઓળખ થઇ નથી. સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ મહિલાની ઓળખ કરવા માટે પ્રયત્ન કરી રહી છે.