મહારાષ્ટ્રં: ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત 2024 ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગીનીના આઇ.ઓફ.સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માંથી 50 થી વધુ અલગઅલગ પ્રાંતના 100 ટ્રાઈબલ લીડર લોકોએ ભાગ લીધો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના 11 જેટલાં યુવાનોએ ભાગ લઇ અલગ અલગ વિષયો અને પ્રવૃતિઓ કરી નેતૃત્વની તાલીમ મેળવી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી સમાજના આ યુવા લિડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો, સહિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓની પરિસ્થિતિ, સહિત તેમની રહેણી કરણી, સંસ્કૃતિ, સભ્યતા, પહેરવેશ, અને સાથે સાથે સમગ્ર દેશના આદિવાસી એક બીજાને ઓળખની આપલે થાય, અને નવા યુવા લીડર નેતૃત્વ કરે. એ હેતુ થી TLP પ્રોગ્રામનું આયોજન છેલ્લા ઘણા વર્ષો થી થતુ આવે છે.

આ પ્રોગ્રામમાં નવસારી, માંડવી, બારડોલી, નંદુરબાર, વલસાડ, સાગબારાના 11 જેટલા ટ્રાઈબલ યુવા લિડરોએ ભાગ લીધો હતો. જેમાં આદિવાસી સમાજ ના અંકીત ચૌધરી, નિર્મલ ભોયા, આકાશ ગામીત, મિત્રાન્સું ગામીત, પુજા પટેલ, કુંજાલી પટેલ, અવિનાશ, રાજ દામા, જીગ્નશ હળપતિ, અલ્પેશ રાઠવાવા યુવાનો એ ભાગ લઈ આવનાર સમય માં સમાજ ને ઉપયોગી બને જે હેતુ સાર્થક કરવા સક્ષમ તાલીમ લીધી.