વાપી: ચોમાસાં બેસનાર છે ત્યારે વલસાડના વાપી તાલુકાના કરવડ ગામ પાસે વાપી – મોટાપોંઢા રોડ ગતરોજ થી આવનાર 24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને કારણે રાત્રિના ૧૨ થી સવારે ૪ વાગ્યા સુધી બંધ રહેશે એવું ફરમાન જાહેર કરવામાં આવું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ થી વલસાડ જિલ્લાના કરવડ ગામ પાસેના વાપી – મોટાપોંઢા રોડ ઉપર આવેલા ક્રોસિંગ બ્રિ નં.– 679 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની સ્થાપનાનું કામ કરવા માટે સદરહુ રસ્તો વાપી – મોટાપોંઢા રોડને તા. 24-06-24 સુધી રાત્રિના 12-00 વાગ્યાથી વહેલી સવારના 4-00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
તેથી આ રસ્તા ઉપરથી આ સમય દરમિયાન પસાર થતા વાહનચાલકો માટે રસ્તાની બાજુમાં તૈયાર કરવામાં આવેલા ડાયવર્ઝન રૂટ મારફતે આવન – જાવન કરી શકવા અપીલ છે.