અરૂંધતી રોય તેમના પુસ્તક ‘ધી ગૉડ ઑફ ધી સ્મૉલ થિંગ્ઝ’ માટે 1997માં બૂકર પ્રાઇઝ જીતનાર અરુંધતી રૉયે કુલ નવથી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનું હાલનું પુસ્તક ‘ધી મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપીનેસ’ એ નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડના ફાઇનલિસ્ટમાંથી એક હતું.

તેઓ લગભગ 60 વર્ષનાં છે અને તેમણે દિલ્હી સ્કૂલ ઑફ આર્કિટેક્ચરથી ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું. અરુંધતી રૉયની જિંદગી હંમેશાં થોડી અલગ રહી છે. તેમણે 16 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેઓ દિલ્હીની એક આર્કિટેક્ચર સ્કૂલમાં ગયાં, ગોવાના સમુદ્રતટે તેમણે કેક વેચી, ઍરોબિક્સ શીખવવાનું કામ કર્યું અને એક ઇન્ડિ ફિલ્મમાં કામ પણ કર્યું હતું. તેમણે પોતાની પહેલી નવલકથા લખ્યા પહેલાં લગભગ પાંચ વર્ષ સુધી સ્ક્રીન-પ્લે લખવાનું કામ કર્યું હતું.

રૉયને વર્ષ 2002માં લન્નાન ફાઉન્ડેશન પ્રાઇઝ ફૉર કલ્ચરલ ફ્રીડમ, 2004માં સિડની પીસ પ્રાઈઝ, 2004માં નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ ઑફ ઇંગ્લિશ તરફથી આપવામાં આવતો જ્યૉર્જ ઓરવેલરૉયને વર્ષ 2002માં લન્નાન ફાઉન્ડેશન પ્રાઇઝ ફૉર કલ્ચરલ ફ્રીડમ, 2004માં સિડની પીસ પ્રાઈઝ, 2004માં નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ ઑફ ઇંગ્લિશ તરફથી આપવામાં આવતો જ્યૉર્જ ઓરવેલ ઍવૉર્ડ અને વિશિષ્ટ લેખન માટે વર્ષ 2011માં નૉર્મન મેલર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
અરુંધતી રૉયે સાત નૉન-ફિક્શનલ પુસ્તકો લખ્યાં છે. તેમાં વર્ષ 1999માં આવેલ ‘કોસ્ટ ઑફ લિવિંગ’ પણ સામેલ છે, જેમાં વિવાદાસ્પદ નર્મદા બંધ પરિયોજના અને પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ માટે સરકારની કડક ટીકા કરવામાં આવી છે.

આ સિવાય તેમણે વર્ષ 2001માં ‘પાવર પૉલિટિક્સ’ નામનું પુસ્તક લખ્યું હતું જે નિબંધોનું સંકલન છે. એ જ વર્ષે તેમનું પુસ્તક ‘ધી અલજેબ્રા ઑફ ઇન્ફાઈનાઈટ જસ્ટિસ’ પણ આવ્યું હતું. એ પછી વર્ષ 2004માં ‘ધી ઑર્ડિનર પર્સન્સ ગાઇડ ટુ એમ્પાવર’ લૉન્ચ થયું હતું. વર્ષ 2009માં અરુંધતી રૉયે ‘ઇન્ડિયા: લિસનિંગ ટૂ ગ્રાસહૉપર્સ: ફીલ્ડ નોટ્સ ઑન ડેમૉક્રસી’ નામનું પુસ્તક લઈને આવ્યાં.