દિલ્લી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ઘણા નવા મંત્રીઓને તક મળી રહી છે. આ પૈકી શ્રીકાકુલમ સીટના સાંસદ રામ મોહન નાયડુ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે અને ગુંટુરના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી તરીકે શપથ લેશે.

પેમ્માસાનીની એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 5,705 કરોડ રૂપિયા છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં તેઓ સૌથી અમીર ઉમેદવાર હતા. પેમ્માસાની સંપત્તિ આશ્ચર્યજનક છે. તેમની જંગમ સંપત્તિમાં બે મર્સિડીઝ કાર, એક ટેસ્લા અને એક રોલ્સ રોયસનો સમાવેશ થાય છે.

હવે દેશ ગરીબ લોકોનો વિકાસ આવા ધનવાન સાંસદન હાથમાં છે જેને કદાચ ગરીબીની વ્યાખ્યા પણ ખબર ન હોય.. દેશની રાજનીતિ કઈ દિશા તરફ આગળ વધી રહી છે અને મત આપનારા મતદારો પણ શું વિચારીને મતદાન કરે છે એ સમજવું અઘરું બની રહ્યું છે. જોઈએ હવે આ 5000 હજાર કરોડનો માલિક શું ગરીબોની સ્થિતિ સુધાર કરે છે.