સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અનેક વાર ત્યાંના સ્થાનિક લોકોની વિવિધ પડતર માગ થી લઇ અલગ લગ એજન્સીઓમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે વેતન વધારાથી લઈન અનેક માંગને લઈને શાબ્દિક બોલાચાલી, હળતાર સહિતની ઘંટનો બનતી હોય છે. ત્યારે હવે ફરી એક વાર પગાર મુદ્દે વિડિયો વાયરલ થતાં ચકચાર મચ્યો છે.
જુઓ વિડિઓ..
DECISION NEWS મળેલ માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પ્રોજેક્ટમાં બીએસએ પ્રિવેન્સી એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ,(એનિમલ કીપર તથા ગોલ્ફકાર ના ડ્રાઇવર તરીકે) ફરજ બજાવે છે. ગતરોજ પગારના મુદ્દાને લઇ આ કર્મચારીઓ તથા એજન્સીના સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કર્મચારીઓ પગાર મુદ્દે વાત કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે, જેટલા દિવસ ભરશે એટલો પગાર મળશે. પરંતુ એવું થતું નથી, 2 દિવસનો પગાર કાપી લેવામાં આવે છે, મહિનાના 26- 27 દિવસ ભરાઈ તેમાં થી 2 દિવસનો પગાર કાપી ને આપવામાં આવે છે. આવું કેમ થાય છે? એજન્સીઓ દર મહિને નિયમો બદલે છે, જેથી કર્મચારીઓને આર્થિક રીતે ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલ પ્રવાસીઓ અટવાયા..
ઘટનાને લઈ જંગલ સફારી જોવા આવેલ કેટલાક પ્રવાસીઓ થોડા સમય માટે અટવાયા હતા. જેઓને ગોલ્ફ કારની સુવિધા મળી ન હતી તેવી લોક ચર્ચા એ જોર પકડ્યું છે. ભૂતકાળમાં પણ જંગલ સફારી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના પગાર તથા અન્ય અલગ અલગ મુદ્દાઓને લઈ ઘણીવાર હડતાળ કરી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. કામદારોના હિતમાં તપાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રએ પણ આવી એજન્સીઓ ઉપર કાર્યવાહી કરવી જોઈએ જેથી કામદારો ને પણ આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે અને પ્રવાસીઓને પણ અટવાવવું ન પડે.