લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર , સૂત્રો મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઘણા સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાને 7 બેઠકો મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7માંથી અડધાથી વધુ સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. ઉદ્ધવ ઠાકરે INDIA ગઠબંધન સરકાર બનાવવા માટે ગંભીર છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઘણા સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનું સામે આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં થોડા મહિનાઓ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જે રીતે INDIA ગઠબંધને મોટી જીત હાંસલ કરી છે તે શિંદેના નેતાઓને નર્વસ બનાવે છે. જરૂર પડશે તો ઉદ્ધવ શિંદેના સાંસદો NDAને તોડીને આંચકો આપી શકે છે. અગાઉ મંગળવારે સૂત્રોએ દાવો કર્યો હતો કે, શરદ પવારે JDU અને TDPનો સંપર્ક કર્યો છે.