વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પાનસ ગામમાં ભંડાર ફળિયા ખાતે રહેતા ૩૦ વર્ષીય સંજયભાઈ સુભાષભાઈ ધોડીયા પટેલની પત્ની અંજલી ઉ.વ. ૨૦ તા. ૧૨ મે ૨૦૨૪ના રોજ સાંજે પાંચ કલાકે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કયાંક ચાલી ગયા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જે શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે અને ગુજરાતી ભાષા જાણે છે. જેણે ગુલાબી રંગનો ડ્રેસ અને કાળા રંગની ઓઢણી ઓઢી હતી. પગમાં ગુલાબી કલરની સેન્ડલ પહેરી હતી. જે કોઈને પણ તેમની ભાળ મળી આવે તો નાનાપોંઢા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

