વલસાડ-ડાંગ: લોકસભાની ચુંટણીને લઈને દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બેઠક વલસાડ છે ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવેલ 1355 લોકેશનમાં આવેલ 2006 મતદાન મથકોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડ લોકસભા બેઠક ઉપર ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કુલ 203 લોકેશન ઉપર 278 મતદાન મથકો, વલસાડ વિધાનસભા બેઠક ઉપર કુલ 136 લોકેશન ઉપર કુલ 266 મતદાન મથકો, પારડી વિધાનસભા બેઠક ઉપર આવેલા 120 લોકેશન ઉપર કુલ 243 મતદાન મથકો, કપરાડા વિધાનસભા બેઠક ઉપર કુલ 222 લોકેશન ઉપર કુલ 298 મતદાન મથકો છે.
આ ઉપરાંત ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર કુલ 131 લોકેશન ઉપર કુલ 271 મતદાન મથકો, વાંસદા વિધાનસભા બેઠક ઉપર કુલ 224 લોકેશન ઉપર આવેલ કુલ 321 મતદાન મથક અને ડાંગ વિધાનસભા બેઠક ઉપર કુલ 319 લોકેશન ઉપર કુલ 329 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં લોકો મતદાન થઇ રહ્યું છે.

