સાપુતારા: ડાંગ સેવા મંડળ, આહવા સંચાલિત (ગ્રાન્ટ ઇન એઈડ) છાત્રાલયોમાં ગૃહપતિ, ગૃહમાતા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની ભરતીની જાહેરાત સંદેશ ન્યુઝ પેપરમાં તા.08/082023 ના રોજ આપવામાં આવી હતી. ત્યારે આ ભરતીમાં ગેરરીતી થયા હોવાની શંકા અરજદારને થતા અરજદારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પુર્ણ થતા તા.18/12/2023 ના રોજ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને આવરી લેય તેવા મુદ્દા નં 1 થી 6 સુધીની માહિતી મળે તેવી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અરજદારે ડાંગ સેવા મંડળ આહવાએ કરેલી ભરતીની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા હેઠળ માંગવામાં આવેલ હતી. પરંતુ 30 દિવસ પૂર્ણ થયા હોવા છતાં પણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આહવા દ્વારા માહિતી આપવામાં આવેલ ન હતી. શું અઘિકારીઓ સરકારના કાયદાથી પણ મોટા થઈ ગયા છે. તેવા સવાલો અરજદાર સાથે ડાંગ જિલ્લાના નાગરિકોને ઉદભવી રહ્યા છે.?

અરજદારને માહિતી ન મળતા તેમણે તા.12/02/2024 ના રોજ પ્રથમ અપીલ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ડાંગને કરી હતી. ત્યારે પ્રથમ અપીલ સુનાવણીમાં અરજદારને અધૂરી અને ગેરમાર્ગે દોરે તેવી ભ્રામક માહિતી આપવામાં આવી હતી.

અરજદારને સંતોષકારક માહિતી સાથે સંબંધિત અધિકારીઓના સંતોષકારક જવાબ ન મળતાં અધૂરી માહિતી અધિકારીઓ દ્વારા આપતા અરજદારે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ અધિકારીઓમાં અરજદારે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ નોંધાવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલ જોવા મળી રહ્યો છે.