કટકી બાજ કોન્ટ્રાકટર: એટલી હલકી ગુણવત્તાનો રોડ કે લોકોએ બોલવું પડ્યું કે કુદરતનો ડર રાખી થોડુંક તો વાપરો

દેડિયાપાડા: ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જાણે ભ્રષ્ટ્રાચારે માઝા મુકી હોય તેવુ જ્યાં દેખો ત્યા જોવા મળી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આજે પણ નર્મદા જિલ્લાના એવા અનેક ગામો છે કે જ્યાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લાખો રૂપિયાની ગ્રાન્ટ માત્ર કામમાં વેઠ ઉતારી બીજા પૈસા કોન્ટ્રાકટર, અધિકારીઓના ખિસ્સા ભરવા માટે ફાળવ્યા હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જુઓ વિડીઓ…

આ વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ગામે રસ્તો મા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહયો છે અને આ કામ કરનાર એજન્સી દ્વારા એટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ છે કે જે હાલ રોડ પુરો બન્યો નથી ત્યારે બીજી તરફ રસ્તા પર ના પડ ઉખડવા લાગ્ય છે. અને કપચી પણ નીકળી રહી છે, જેનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

સરકાર લોકોને પરિવહન માટે સારા રસ્તાની સુવીધાઓ મળી રહે એ હેતુથી લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, આ રસ્તા પર પરિવહન કરનાર લોકો ટેકસ પણ ચૂકવે છે, પરંતુ કોર ઉંદરની ભૂમિકા ભજવતા કોન્ટ્રાકટરો પ્રજાના ટેક્સના પૈસા થી બનતા રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી બીજા પૈસા ખિસ્સા ભરવાનું કામ કરે છે જેના પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય અને રસ્તો સારો બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે કે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતનાં કારણે આ કોન્ટ્રાકટર બેફામ બન્યા છે.અધિકારીઓ ટકાવારી લેતા હોવાના કારણે જ આ કોન્ટ્રાકટર હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી માત્ર લીપા પોથી કરવામાં આવી રહ્યું છે.તેવું ચર્ચાઈ રહ્યું છે.શું? આ કોન્ટ્રાકટર પર અધિકારીઓ કાર્યવાહી કરશે કે નહિ.કે પછી ભીનું સંકેલી દેવામાં આવશે. એ તો આવનાર સમય જ બતાવશે