ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુરન આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહે છે, જંગલ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે વૃક્ષોના છોડ ઉછેર માટે ખેડુતો પાસે નર્સરીઓ તૈયાર કરવામાં આવી છે.
Decision News દ્વારા મળેલી માહિતી મુજબ લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાવવામાં આવી રહેલી ખપાટિયા ગામ ખાતે મંડળીના કેમ્પસમાં નર્સરી તૈયાર કરી છે. આ નર્સરીમાં ઔષધિય તેમજ ફળાઉ છોડ તૈયાર કરવામાં આવે છે. આ વૃક્ષો જ્યાં જંગલોનું પ્રમાણ ઘટ્યું છે એવા વિસ્તારોમાં આપી યુવાનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી તેમના દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો આપવામાં આવે છે.
ખેડૂતો દ્વારા તૈયાર કરેલ ઔષધિય છોડ સંસ્થા દ્વારા ખરીદી કરીને જંગલમાં ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરીએ છીએ. જ્યારે ફળાઉ છોડ ખેડૂતોને વાડી બનાવવા માટે આપતા હોઈએ છે. આમ ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ વધારવા માટેનો પ્રયાસ સરાહનીય છે.

