ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થાન (EDII),અમદાવાદ દ્વારા 07-03-2024 નારોજ હોટલ VR INN ,વાવડી ખાતે એક દિવસીય વર્ક્શોપ નું આયોજ્ન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત હસ્તકલા સેતુ યોજના માં જોડાયેલ નર્મદા જિલ્લા ના કારીગર ભાઇઓ અને બહેનો ને જિલ્લા માં થયેલ વિવિધ કામગીરી વિશે અવગત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કારીગરોના સંગઠન ને મજબુત બનાવવા તેમજ તેમના વેપાર-ધંધા નો વધારે વિકાસ કરવા માટે ગુજરાત સરકાર ના કમિશનર કુટીર અને ગ્રામધોગ વિકાસ દ્વારા અમલીક્રુત કલસ્ટર ડેવલોપમેન્ટ સ્કીમ વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત કારીગરો ની સહકારી મંડળી બનાવવા માટે જરુરી ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા ના વિવિધ ઉત્પાદનો ને જી.આઇ.ટેગમાં શામેલ કરવા હેતુ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.
કારીગરો એ બનાવેલ પ્રોડક્ટ નું માર્કેટ સાથે જોડાણ કરવા માટે ઓન-લાઇન માર્કેટીંગ પ્લેટ્ફોર્મ જેવા કે ફ્લિપકાર્ટ સમર્થ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ વર્કશોપ માં શ્રી એન.એમ.ત્રિપાઠી,જનરલ મેનેજર,TRIFED,શ્રી હેતલ પાઠક, EDII,શ્રી ઇંદ્રવદન ચાવડા,EDII તથા શ્રી રજનીકાંત સોલંકી, નિયામક RSETI ,શ્રી પ્રતાપસિહ બારોટ,EX.LDM દ્વારા કારીગરો ને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.
આ સમગ્ર કાર્યક્ર્મ નું સફળપૂર્વક આયોજન નર્મદા જિલ્લા ના હસ્તકલા સેતુ યોજના ના ડિસ્ટ્રીકટ લીડ શ્રી જિગ્નેશભાઇ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.