ડેડિયાપાડા: દેશ કે રાજ્યની અંદર વારંવાર આદિવાસીઓ પોતાના અસ્તિત્વને ખતરો દેખાતાં વિવિધક્ષેત્રમાં આંદોલનો અને સંમેલનો કરી રહ્યાં છે. અને તેઓના પ્રશ્નોને વાચા આપવા કેટલાંક સામાજીક આગેવાનો અને નેતાઓ ચળવળ કરી એજ આદિવાસીઓએ વિશ્વાસ મુકેલો કેવી રીતે વિશ્વાસઘાત કરે છે ?
આ તમામ બાબતોથી ખિન્ન થયેલાં Phd in Society and Development (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત) અને હાલમાં LLB કરીને પ્રેક્ટીસ કરે છે. એવા ડો.અશ્વિન વસાવાએ ટ્રાયબલ ટીંચીંગ એન્ડ એજ્યુકેશન ઓફિસ ડેડીયાપાડાથી જણાવે છે કે, ટુંક સમયમાં લોકસભા -2024 ની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે આદિવાસીઓના નેતાઓ છે. તે શિડ્યુલ-5 અને 6 અને ગ્રામસભાની વાતો કરી રહ્યાં હતાં. તેવાં નેતાઓ અન્ય પાર્ટીઓમાં જેમણે વિચારધારાથી આદિવાસીઓની સંસ્કૃતિ,મુલ્યો અને જળ, જંગલ, જમીન લુટાઈ ગયું છે. આદિવાસીઓને ખતમ કરી નાખ્યાં છે. એવી પાર્ટીઓમાં આદિવાસી નેતાઓ કઈ રીતે જઈ રહ્યાં છે. અને ખેચ પેહરી રહ્યાં છે. એવા નેતાઓને શરમ પણ આવતી નથી ? તે કઈ વિચારધારાથી જોડાઈ રહ્યાં છે. આદિવાસીઓએ વિશ્વાસ મુકીને તમે લડશો ? ગુજરાત વિનાનસભામાં જઈને લડશો લોકસભામાં જઈને અમારો અવાજ ઉચકશે અને અમારો અધિકાર અપાવશે? ભારતના સંવિધાનની આર્ટીકલ-275(1) મુજબ જે બજેટ છે. અને આર્ટીકલ-244(1) અને (૨) સચવાઈ રહે, અમારી સુરક્ષા કરશે એટલે નેતા બનાવી વિશ્વાસ મુક્યો હતો. આ વિશ્વાસનો દુરપયોગ કર્યો કે નહી તે આવા પક્ષપલટુ નેતાઓ પોતાના આત્માને પુછે ?
વધુમાં દેશની પોલીટીકલ પાર્ટીઓને ડો. અશ્વિન વસાવા કહે છે કે, 99 વર્ષની લીજેસ લીજીસ એગ્રીમેન્ટ શરત નષ્ટ થઈ ગઈ છે. તમામ પોલીટીકલ પાર્ટીઓ અનલીગલી છે. તમોને વર્કીંગ કેપીટલ બેલેન્સ સુપ્રત કરી દેવું પડશે.જેમના પુરાવાઓ બોમ્બે ટ્રેજરી રૂલ્સ-1960 માં બતાવવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ -1972 ના કાયદા મુજબ લીજેસ લીજીસ એગ્રીમેન્ટ સનદ પટ્ટા 99 વર્ષના પુરા થઈ ગયેલ છે અને નષ્ટ થઈ ગયેલ છે. પણ તકલીફ એ જાતની છે. કે સરકારના આઈપીએસ અને સચિવો આ તમામ દસ્તાવેજો વાંચતા નથી અને કેમ વાંચતા નથી ? તેના કારણે અવઢળ અને વિંટબણાં છે. ખાસ કરીને જે બે-ત્રણ વર્ષમાં આદિવાસીઓની લડાઈ લડતાં નેતાઓ પર કટાક્ષ માર્યો છે. અને આદિવાસીઓની ખરી પરિસ્થિતી તેમના અધિકાર બાબતના દસ્તાવેજોને અનદેખી કરવામાં આવેલ છે.