ગણદેવી: સરકારી નોકરી મેળવવા માટે અનેક યુવાનો તલપાપડ હોય છે અનેક પરીક્ષા આપી નિષ્ફળતા મેળવતા યુવાનો કોઈક વાર શોર્ટકટ અપનાવતા હોય છે અને બસ આ શોર્ટકટ તેમને લાંબો પડે છે. નવસારી જિલ્લાના ગણદેવી માં રહેતા એક યુવાને નવસારી શહેરમાં મહિલાઓની NGO ચલાવતી યુવતીએ વાતમાં ભોળવી દિલ્હીના પાંચ ઠગબાજો સાથે મુલાકાત કરાવી તેની પાસે ટુકડે ટુકડે 33 લાખથી વધુની રકમ મેળવી લીધા બાદ સરકારી નોકરી આપવાનું વચન આપી છેતરપિંડી કરતાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી શહેરમાં છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના ઉત્કર્ષ માટે NGO ચલાવતી રીશિદા ઠાકુરને આ કેસમાં મુખ્ય આરોપી બનાવી છે. ગણદેવીના કરાટે ક્લાસ ચલાવતા યુવાન વિપિન શંભુભાઈ કુશવાહ મહિલા ઉત્કર્ષ માટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ આપવાના બહાને તેની સાથે મૈત્રી કેળવી સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ દિલ્હીથી આવેલા પાંચ સાથે તેણીએ નવસારી શહેરની રોયલ એજન્સી હોટલમાં મુલાકાત કરાવી હતી. આ તમામ ઉંચી ઓળખાણ ધરાવતા લોકો હોવાની વાતો કરી હતી જેમાં મુખ્ય આરોપી રીશિદા ઠાકુર સાથે જગમિત સિંગ, આશુતોષ રાકેશ, અરોરા, નિખિલ છાબરા ઝ દીપક, ગોરખ ધામાં મળીને યુવાનને રેલવેમાં લીવર ડિવિઝન ક્લાર્ક ની પોસ્ટ માટે નોકરી આપવાની ખાતરી આપી હતી વિપિન નામના યુવાન પાસેથી 33,17,815 જેટલી રકમ મેળવી વિશ્વાસઘાત કરતા મહિલા સહિત કુલ 6 સામે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી યુવાન અનેક વખત દિલ્હી જઈ આવ્યો હતો અને તેને અલગ અલગ ઓફિસોની બહાર બોલાવી ટુકડે ટુકડે અલગ અલગ બેંકના ખાતામાં 2021 થી લઈને અત્યાર સુધી કુલ 33 લાખથી વધુની રકમ નખાવી હતી. લાંબા સમય બાદ નોકરી નો કોલ લેટર ન મળતાં હતાશ થયેલા યુવાને નવસારી શહેરની NGO ઓ ચલાવતી રિશિદા ઠાકુર સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ આપતા ટાઉન પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. કેસની તપાસ કરતાં PSI એસ. જે. કડીવાળા જણાવે છે કે આ મામલે આરોપીઓ દિલ્હી રહેવાસી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.