સોનગઢ: મીડિયામાં ઈન્ટરવ્યું આપતી વેળાએ આદિવાસી સમાજના વડીલ અમરસિંહ ઝેડ. ચૌધરી સુતરના કહ્યું મુજબ કહ્યું કે આદિવાસી સમાજના લોકોની આવનારા સમયમાં જે સ્થિતિ થવાની છે તેનું ભાખ ભાખતા એમ કહ્યું કે આદિવાસીઓને વર્તમાન સમયમાં ઘણી તકલીફોમાં હું જોઈ રહ્યો છું.ઘણા વર્ષોથી હું આદિવાસીઓ વચ્ચે કામ કરું છું. આખા દેશમાં પણ હું ફરું છું.જુદા જુદા દેશના અને રાજયના આદિવાસી ભાઈઓ બહેનોની હું મુલાકાત લઉં છું. વર્તમાન સમયમાં આપણી જમીન, જંગલો વધુ ઝડપી નાશ થઈ રહ્યા છે. તો આવા સમયમાં જળ,જંગલ, જમીન બચશે તો જ આદિવાસીઓની સંસ્કૃતિ જળવાઈ રહશે.
મને અફસોસ છે કે આખા દેશમાં કે રાજ્યમાં આપણા સમાજમાં સંગઠનો ઘણા કામ કરે છે. પરંતુ બધા ભેગા થઈ ને કામ કરે તો એનું સારું પરિણામ આવી શકે છે. આપણી વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યા છે. આપણે ડેમ, નહેરોમાં જમીનો ગુમાવી, મોટી મોટી રેલ્વે લાઈનો પસાર થઈ રહી છે એમાં જમીનો ગુમાવી ! માટે આગામી દિવસોમાં આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે એવા દિવસો અને દ્રશ્યો મને દેખાય રહ્યા છે.
મારી આદિવાસીઓને અપીલ છે કે કોઈએ પોતાની જમીનો વેચવી નહિ. અત્યાર સુધી ઘણા લોકોએ જમીનો ગુમાવી દીધી છે. એ જમીનો પાછી મળે એના માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છે. તાપી જિલ્લામાં આદિવાસી સર્વાગી વિકાસ સંઘ સહિતના જેટલા પણ સંગઠનો કામ કરે છે એ તમામ ભેગા થઈને આદિવાસી સમાજ માટે કામ કરે, વિકાસ માટે, અન્યાય સામે લડે, અને સમાજ એક થાય એવી હું આશા રાખું છું.

