ડાંગ: ગત માસમાં ડાંગ જિલ્લા ચૂંટણી ઓબ્ઝવૅરશ્રીની અધ્યક્ષતામાં આપના દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લોકશાહીના મહાન પર્વે એવી આગામી ચૂંટણી લોકસભા-2024 માં વધુ મતદારો આમાં જોડાય અને કોઈ ગામમાં મતદાનનો બહિષ્કાર કે ચૂંટણીમાં ગ્રામજનો વતી અથવા મતદારો વતી કોઈ તકરાર કે ઘર્ષણ ઉભુ ન થાય તે બાબત જરૂરી ચર્ચા વિચારર્ણા કરવામાં આવેલ હતી.

આ બાબતે જે કોઈ ગામોમાં રોડ-રસ્તા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને મોબાઈલ કે ટાવર કે નેટર્વક અથવા જાહેર હિતને લગતા જો કોઈ પડતર પ્રશ્નો હોય તો તે બાબતે અમારા પાસે માહિતી મંગાવવાની ચર્ચા પણ થયેલ હતી, જે માટે અમો પક્ષ અને આગેવાનો દ્વારા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જઈ લોકોને વધુ પ્રમાણમાં મતદાન થાય તેના પ્રોત્સાહન રૂપે મીટીંગોનું આયોજન કરેલ અને તેમાં નીચે મુજબની લોક માંગણી અને પડતર પ્રશ્નો સામે આવેલ હતા. આ બાબતે આપશ્રી દ્વારા સબંધિત ખાતાને તાત્કાલીક જાણ કરી આગળની પ્રક્રિયા માટે સ્થળ તપાસ કરી ગ્રામજનોને માહિતગાર કરશોજી. જેના ફળ સ્વરૂપે આવનારી ચૂંટણીમાં ગ્રામજનો તેમજ મતદારોના વિરોધ / બહિષ્કાર વિના સ્વસ્થ વાતાવરણમાં મતદાનનું આયોજન કરી શકાશે.

અધૂરા કામો: ધૂડા ગામેથી (ભગતફળીયા ધવલીદોડથી) કોટબા ગામે જતા રસ્તાનું કામ, બોરીગાંવઠા (શામગહાન) ગામે જતા રસ્તા પર કોઝવેનું કામ, બોરીગાંવઠાથી મ્હારાઈચોંડ જતા મુખ્ય રસ્તાનું કામ, મ્હારાઈચોંડ મુખ્ય રસ્તાથી નીચલા ફળીયા જતા રસ્તાનું કામ, બારીપાડા મુખ્ય રસ્તાથી ચીરાપાડા ગામે જતા કોઝવે નું કામ, રાનપાડા મુખ્ય રસ્તાથી સોનુનીયા જતા રસ્તાનું કામ, ભાપખલ ગામે આંગણવાડીથી શામગહાન જતા મુખ્ય રસ્તાનું કામ, લવચાલી મુખ્ય રસ્તાથી ઘાણા થઈ દહેર જતા રસ્તાનું કામ, ઘાણાથી દહેર ગામે જતા રસ્તા પર નદી પરના પુલનું કામ, મહાલથી સુબીર જતા મુખ્ય રસ્તાનું કામ, મહાલથી ભાલખેત ફાટક સુધીના રસ્તાનુ કામ, લહાન કડમાળ જતા મુખ્ય રસ્તાનું કામ, ચીકાર (ખાતળ) જતા મુખ્ય રસ્તાનું કામ, શીંગાણા ગામે જતા મુખ્ય રસ્તાનું કામ, કાલીબેલ નવાપાડા જતા મુખ્ય રસ્તાનું કામ, શીંગાણા મુખ્ય રસ્તાથી ગીરમાળ થઈ ધુલદા સુધીનાં રસ્તા અને નદી પરના પુલનું કામ, નિશાણા ગામે આજુબાજુના ખેડૂતોના સિંચાઈ હેતું માટે નદી પર મધ્યમ ડેમ અથવા ચેક ડેમ, નિશાણા (ખરદાંડી) ફળીયામાં રમત – ગમતનું મેદાન, મુખ્ય રસ્તાથી ખરદાંડી ફળીયા જતા રસ્તાનું કામ, મુખ્ય રસ્તાથી ભડભુતીયા જતા રસ્તાનું કામ, નિશાણા ગામે મંજુર થયેલ બી.એસ.એન.એલ. ટાવરનું કામ, કાકશાળા ગામે વચલા ફળીયામાં પાણીની સુવિધાની જોગવાઈ વગેરે.

વધુમાં જણાવવાનું કે ઉપરોકત સમસ્યાઓમાં ઘણા કામો એવા છે જેમાં પ્રશાસન તંત્ર તરફથી બે-પાંચ વખત ખાતમુહુર્ત કરી નારિયેળ ફોડેલ છે અને ઘણા કામો એવા છે કે જેમા તંત્ર તરફથી બે-પાંચ-દશ વર્ષ સુધી અવાર નવાર ગ્રામજનોની રજુઆતો હોવા છતા ધ્યાને લેવામાં આવેલ નથી.

જો ઉપર જણાવેલ સમસ્યા માટે સંબંધિત ખાતા દ્વારા યોગ્ય તપાસ કાર્ય વાહી કરી ગ્રામજનોને માહિતગાર કરવામા આવેલ તો આપણે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં મતદારોને વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરી કરીશુ તેમજ મતદાન બહિષ્કાર ને ચોકસ પણે ટાળી શકીશુ. ઉપરોકત સમસ્યાઓ સિવાય જિલ્લાના કોઈપણ વિસ્તારની જલદ કે ગંભીર સમસ્યા અમોને ધ્યાને આવશે તો અમો આપશ્રીને જાણ કરીશુ તેમજ અત્રે ઉલેખનીય લોકમાંગણીઓ અને ભવિષ્યમાં આવનારી કોઈપણ વિસ્તારની સમસ્યામાં તંત્રને મદદરૂપ થવા, લોક સંપર્ક કરવા અમો હંમેશા તત્પર તૈયાર રહીશું..