રાજપીપળા: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત રમત ઉત્સવમાં અલગ અલગ દક્ષિણ ગુજરાતની કોલેજો ના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા માં અભ્યાસ કરતા વસાવા સાજન ભાઈ મનસુખભાઈ ઉંચે કૂદમાં ખેલદિલી થી કુશળતાપૂર્વક મેદાનમાં સારું પ્રદર્શન કર્યા બાદ બીજા ક્રમાંકે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

નર્મદા જિલ્લાનું નામ રોશન કરી શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ.એસ.જી. માંગરોલા અને સ્ટાફ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.