સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી આદિવાસી વિસ્તાર અને સ્થાનિક લોકોના આદિવાસી લોકોના બલિદાનોનો 200 થી 300 વર્ષનો ઈતિહાસ બદલીને સરકારી અધિકારીઓએ જે આદિવાસીઓનો ઈતિહાસ બદલવાની કોશિશ કરેલ છે જેને લઈને ભારત આદિવાસી પાર્ટી દ્વારા સેલવાસ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અહીંના મુળ નિવાસી આદિવાસી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન સમાન છે. આદિવાસી વિસ્તાર છે. અને આ પ્રદેશમાં 95% થી વધારે વસ્તી આદિવાસીઓની વસ્તી આવેલી હતી અને આ સેલવાસ આમળી વિસ્તાર પણ મોટાભાગની વસ્તી આદિવાસીઓની હતી અને આ આમલી વિસ્તારમાં પોર્ટુગીઝના શાસન પહેલા અને શાસન સમયે પણ બહારથી આવતા આક્રમણકારીઓ સામે આ આમલી મંદિર ફળિયા ચોક પાસે એક સ્થાનિક આદિવાસીઓનું બચાવ માટેનું રક્ષક દળ ચોકી બનાવેલ અને એક સ્થાનિક ચેક નાખું બનાવેલ હતું અને અહીંયા આ અમલી મંદિર ફળિયામાં બહારથી આવતા આક્રમણનીઓ સામે રક્ષણ માટેનું એક કાયમનું ચેક નાખું બનાવેલ અને તેમાં આ વિસ્તારના મુળ નિવાસી આદિવાસીઓ વારાફરતી પોતાની ડુટી નિભાવી આ આમલી વિસ્તારનું રક્ષણ કરતા આવેલા અને ઘણી વખત આક્રમણિયો સામે લડાઈ પણ થયેલ જેનો ભલે સરકારી દફતરે ઇતિહાસ નોંધાયેલ ન હોય અને આ ઇતિહાસના નોંધવાનું એક ભુલ છે અને આ રીતે આ મંદિર ફળિયા આમલી ફુવારા પર સરકારી દફતરે 150 થી 200 વર્ષથી આ જગ્યા પર આંબલી ચોકનું બોર્ડ પણ સ્થાનિક ગવર્મેન્ટે લગાવેલ અને જેનો ઇતિહાસ આજે પણ સરકારી દભતરે તપાસ કરો તો મળી આવશે.

આ વિસ્તારમાં અહીંના મુળ નિવાસી આદિવાસીઓએ દાદરા નગર હવેલીના આઝાદી માટે ઘણા જ આદિવાસીઓએ લીડરોએ બલિદાન આપેલ છે જેવા કે સ્વતંત્ર સેનાની રઘલાભાઈ પટેલ અને જેનામના નોંધાયેલા એવા અમારા ઘણા સ્થાનિક સ્વતંત્ર સેનાનીઓ એ બલિદાન આપેલ છે અને પોર્ટુગીઝના પીપરીયા ચોકીને કબજો લઈ આઝાદી અપાવવામાં અહીંના આ વિસ્તારમાં નામી અનામી સ્વતંત્ર સેનાનીઓએ ઘણો જ બલિદાન આપેલ છે જેથી આ 200 થી 300 વર્ષનો ઈતિહાસ બદલીને સરકારી અધિકારીઓએ જે આદિવાસીઓનો ઈતિહાસ બદલવાની કોશિશ કરેલ છે તે અહીંના મુળ નિવાસી આદિવાસી સ્વતંત્ર સેનાનીઓનું અપમાન સમાન છે.

(૧) જેથી આપ સાહેબને નમ્ર અરજ છે કે આ આમલી વિસ્તારના સ્વતંત્ર સેનાનીઓની ત્યાગ બલિદાનની ધ્યાનમાં રાખી શિવાજી ચોક જે રાખેલ છે તેના બદલે ફરીથી ત્યાં આમળી ચોક રાખવું જોઈએ.
(૨) આંબલી સેલવાસ વિસ્તારમાં આદિવાસીઓ માટે જેમને ત્યાગ બલિદાન આપ્યું છે એવા સ્થાનિક આદિવાસી સ્વતંત્ર સેનાનીઓ અને અહીંના આદિવાસી લીડરો નેતાઓ જેવા કે સંજીભાઈ રૂપજીભાઈ ડેલકર, રઘલાભાઈ પટેલ (સ્વતંત્ર સેનાની) જમણીબેન વરઠા અને આદિવાસી લોકપ્રિય નેતા એવા સ્વર્ગીય મોહનભાઈ એસ ડેલકર નામે તેઓના ત્યાગ બલિદાનના સ્મરણાર્થે તેઓની પ્રતિમા લગાવવાની આપ સાહેબને નમ્ર અરજ કરીએ છીએ.