ધરમપુર: વર્તમાન સમયમાં વ્યક્તિના દારૂ પીવાના નશાના લીધે કારણે અનેકો મુશ્કેલી અને સમસ્યા સર્જાતી હોય છે ત્યારે ગઈકાલની રાત્રે ધરમપુર તાલુકાના આસુરા ગામેમાં નદી પાસે દારૂના નશાની હાલતમાં અકસ્માતની ઘટના બનવા પામી છે.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના આવેલી આસુરા ગામની નદી પાસે GJ-05- CN-7776 નંબરની ગાડી ચાલક ખુબ જ નશાની હાલતમાં હોય જેના કારણે મજૂરી કરવા ગયેલા ધરમપુર તાલુકાના પીપલપાડા ગામના મજૂરી કરવા ગયેલા નિર્દોષ લોકો ને અકસ્માત નો ભોગ બનાવી અને ભાગી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે આ અકસ્માત કરી જનારા ભાગેડુ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કે જેથી આવા કોઈક બીજા નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ ન બને અને કોઈ જાનહાનીની ઘટના ટળી શકે એમ મારે વહીવટીતંત્રન કહેવું છે.