પારડી: દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાજીક કાર્યોમાં હમેશા અગ્રેસર અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા પારડી તાલુકાનાં ખેરલાવ ગામમાં અત્યંત જર્જરિત હાલતમાં કાર્યરત આંગણવાડીનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડનાં અધિકારીઓ શ્રી અનુરાગભાઈ,શ્રી પારસભાઈ,શ્રી કેવિનભાઈ તથા શ્રીમતી કલ્પનાબેન પટેલ, ખેરલાવ ગામનાં સરપંચ શ્રી મયંકભાઈ પટેલ, ,માજી સરપંચ શ્રી સુરેશભાઈ, ગામનાં તલાટી કમ મંત્રી શ્રી જિગ્નેશભાઈ, સામાજીક આગેવાનો શ્રી ચંપકભાઈ માહ્યાવંશી, શ્રી પ્રવીણભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

ગામનાં સરપંચ શ્રી મયંકભાઈનાં જણાવ્યા અનુસાર ગામમાં બે આંગણવાડીઓ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેમણે પૂર્વ ઉપદંડક શ્રીમતી ઉષાબેન પટેલ દ્વારા અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈને આંગણવાડીઓનાં નવીનીકરણ માટે વિનંતિ કરી હતી. જેને ધ્યાનમાં લઈ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા બંને આંગણવાડીઓનાં નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થતાં આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે માટે ખેરલાવ ગામનાં સરપંચ શ્રી મયંકભાઈ દ્વારા ગ્રામજનો વતી ખુશી વ્યક્ત કરી આભાર માનવામાં આવ્યો હતો.