નર્મદા: આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ મળી રહે આમ આદિવાસી વિસ્તારમાં અભ્યાસ મળી રહે આમ આઝાદી બાદ અલગ અલગ તાલુકામાં આશ્રમ શાળાઓ સ્થાપના કરી હતી. જે આશ્રમશાળા આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણી પોતાનું સારું ભવિષ્ય બનાવી શકે આદિવાસી તેઓને પોતાના વિસ્તારમાં જ શિક્ષણ મળી રહે આવા હેતુ સ્વ.રતનસિંહ ગણપત મહીડા ના હસ્તે આશ્રમશાળા શરૂઆત કરવામાં આવી હતી.
વર્તમાન સમયની વાત કરીએ આશ્રમશાળા શાળા જજરીત હાલતમાં છે અને ત્યાં ભણતા બાળકોનું ભવિષ્ય નગ્ન અવસ્થા હોય એવું સાબિત થયું છે તારીખ 14/2/2024 ના રોજ બપોરપછી 4 કલાકે Decision News ના કેમેરા માં હકીકત સામે આવી ત્યાં એક જ શિક્ષક હાજર હતા અને કાયમી 5 શિક્ષકો ના બોર્ડ પર નામ જોવા મળ્યા ત્યારે ખૂબ મોટા સવાલ ઊભા થાય છે ચાર શિક્ષક ભાઈઓ બેનો ક્યાં ગાયબ થઈ ગયા ત્યાંના એક શિક્ષકસાથે વાતચીત કરતા જાણ થઈ કે અહીં કાયમ માટે આવી જ પરિસ્થિતિ રહે છે અને એક જ શિક્ષક અને રાત્રીના સમયે એક સિક્યુરિટી સાથે આ આશ્રમશાળા ચાલે છે ત્યારે મીડિયાની ટીમે નર્મદા આશ્રમશાળા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમના દ્વારા પણ વારંવાર આ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે ઓફિસીયલી તેમ છતા જિલ્લા આશ્રમશાળા અધિકારી ની નોટિસોને પણ નકારીને આશ્રમશાળા મોસદાના શિક્ષકો પોતાના રૂલ્સ રેગ્યુલેશન અને નિયમો બનાવી નાખ્યા એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આજે ગુજરાત ભરમાં બેરોજગાર યુવાનો શિક્ષકની નોકરી માટે ભટકી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારના આશ્રમ શાળા, મોસદા ના શિક્ષકો પોતાની મનમાનીપર ઉતરી આવ્યા હોય એમ લાગે છે પોતાના મોજ શોખ સુવિધા ઓ સાથે તાલુકા લેવલે કે પોતાનાં ઘરે થી આવે છે અને રાત ના સમયે બાળકો માત્ર એક શિક્ષક ને સિક્યુરિટી ગાર્ડ હોય છે એમ કહેવું છે પરંતુ સિક્યુરિટી પણ એની ફરજ નિભાવે છે કે કેમ એ તો જોવુ રહ્યુ આ શિક્ષકો આદિવાસી બાળકો જોડે રમત રમી રહ્યા હોય એમ લાગી રહ્યું છે
– આવા શિક્ષક રહેશે તો કેવી રીતના ભણસે આદિવાસી બાળકો ?
– શું આદિવાસી બાળકોનો શિક્ષણ એક ધંધો બની ગયો છે
– શું આશ્રમશાળામાં આદિવાસી બાળક બાળકીઓ સલામત છે
આશ્રમશાળા મોસદામાં સર્વિસ કરતા તમામ શિક્ષકો ની તપાસ થવી જોઈએ અને આ બાળકો હક અધિકાર છીનવી રહ્યાં છે સ્પષ્ટ દેખા રહ્યું છે ત્યારે નર્મદા શિક્ષણ અધિકારી નર્મદા કલેકટર આદિજાતિ વિકાસ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા શું પગલાંમાં લેવામાં આવશે એ જોવું રહ્યું

