ધરમપુર: ધરમપુર તાલુકામાં દર શુક્રવારે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિઃશુલ્ક આંખ તેમજ જનરલ રોગની તપાસ કરી સારવાર તેમજ ચશ્મા વિતરણ કરવામાં આવે છે. જેમના આંખનાં મોતિયા તેમજ જનરલ રોગમાં તપાસ દરમિયાન ઓપ્રેશન કરવાનું જણાય તેમને નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
જુઓ વિડીયો…
Decision News ને મળેલી માહિતી મુજબ આજ રોજ સ્વ ઇન્દુમતીબેન શાહ રોયેસ્ટર, ન્યુયોર્કના સૌજન્ય થી લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, રોટરી આઈ હોસ્પીટલ નવસારી તેમજ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સયુંકત ઉપક્રમે પ્રાથમિક શાળા પીપલબરડા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જનરલ તેમજ આંખ તપાસ કરવામાં આવી હતી. જ્યાં કુલ ૨૯૫ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
આ મેડીકલ કેમ્પમાં આંખ તપાસ 270, ચશ્મા વિતરણ 113, મોતિયા રિફર 33, દવા વિતરણ 146, જનરલ રિફર 03 કુલ દર્દીઓ 295 નોંધાયા હતા. આ મેડિકલ કેમ્પમાં લોકમંગલમ્ ટ્રસ્ટ ખોબાના સ્થાપક શ્રી નિલમભાઈ, રોટરી આઈ હોસ્પિટલના ચેરમેન શ્રી રશ્મિનભાઈ, ટ્રસ્ટી શ્રી રણજીતભાઇ તેમજ દાતા શ્રી રમેશભાઈ, જ્યોતિબા અને શાળાના આચાર્ય, ગામજનો હાજર રહ્યા હતા.











