વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. શુષ્ક ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે તેવા સમયે બાળકોની રોગપ્રતિકાર શક્તિ ઓછી હોવાના લીધે ઠંડીમાં બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણો પણ વધી રહ્યાનું ડોકટરો જણાવી રહ્યા છે.
નવસારી વલસાડ તાપી ભરૂચ અને સુરતની પણ હોસ્પિટલમાં ન્યુમોનિયાથી પીડિત બાળકો સારવાર લઈ રહ્યા છે. આદિવાસી ડોક્ટરોએ Decision News ને જણાવ્યું કે વર્તમાન સમયમાં બાળકોને લઈને આપણે થોડા સાવધાન રહેવાની સૂચના આપી છે. બાળકોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે તેના લીધે બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે.
ન્યુમોનિયાના લક્ષણોમાં બાળકોને શરદી, કફ, ઊલટી, ગળામાં ગડગડાટનો અવાજ આવવાની સમસ્યાઓ થઈ રહી છે. આ સિવાય બાળકોના હાથ-પગ વાદળી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આવી સ્થિતિમાં, બાળકોને ઠંડીથી સુરક્ષિત રાખવું જોઈએ અને તાત્કાલિક સારવાર લેવી જોઈએ