વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની 31/12/2023૩ નાં રોજ કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના લીડરો સાથે જન–જાગૃતિની મિટિંગ રાખવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કુંકણા સમાજ ભવન ખાતે 31/12/2023 નાં રોજ દ.ગુજરાતના વ્યારા,નવસારી,ડાંગ,સુરત અને વલસાડ જિલ્લાના કુકણા, કોકણી, સમાજના સંગઠનમાં સમાજની વિવિધ સમસ્યાઓ, શૈક્ષણિક જાગૃતિ, સામાજીક અને સંસ્કૃતિ માટે અને સ્વ-રોજગાર (સ્વાવલંબન) માટે તમામ તાલુકાના પ્રતિનિધિ મંડળના પ્રમુખ–મંત્રી તેમજ દરેક સમિતિ જેવી કે સાહિત્ય સંશોધન અને સંપાદન સમિતિ શૈક્ષણિક સાંસ્કૃતિક સમિતિ સાથે ધંધા-રોજગાર (સ્વાવલંબન) માટેની સમિતિ, મહિલા જાગૃતિ માટેની મહિલા સમિતિ, મંડળના બંધારણ માટેની બંધારણ સમિતિ, તેમજ વિવિધ ગામોમાં સામાજીક, આર્થિક તેમજ શૈક્ષણિક સમસ્યા સાથે જન-જાગૃતિ સમિતિના પ્રમુખ-મંત્રી દ્વારા સમાજના સંગઠનની જવાબદારી લઈ જે–તે વિસ્તારની સમસ્યા બાબતે વ્યારા જિલ્લાના પ્રમુખ અને કેન્દ્રીય કોરના સભ્યો માન. આનંદભાઈ બાગુલ (અધિક કલેકટર નિવૃત) દ્વારા સમગ્ર રાષ્ટ્રીય લેવલના સમાજના મુદાઓ સંગઠનની જવાબદારી તેના સમસ્યાના ઉકેલની દિશામાં લેવા જોગ પગલાં જેવી કે સમાજ સાથે સંકળાયેલી સમસ્યા, સંગઠનનો અભાવ, સંસ્કૃતિની જાળવણી, કુરિવાજો દૂર કરવા તેમજ જળ-જંગલ- જમીનના પ્રશ્નો બાબતની ચર્ચાઓની સમસ્યાઓ બાબતે વિવિધ સમિતિઓ બનાવી ઉકેલની દિશામાં સંગઠન કામ કરશે અને સમિતિઓના નિયંત્રણ, આર્થિક સામાજીક તેમજ શૈક્ષણિક બાબતે ગુજરાતમાં મોનીટરીંગ કમિટીની રચના બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવેલ છે.

બાબતે આગામી દિવસોમાં સંગઠન થકી વિવિધ લુપ્ત થતી સંસ્કૃતિ તેમજ તેની જાળવણી, રમત-ગમત ક્ષેત્રે અને જળ-જંગલ-જમીનના પ્રશ્નો બાબતે તે દિશામાં રજુઆત કરવામાં આવેલ છે. તેમજ કપરાડા વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકની જરૂરીયાત ઉભી થતાં 200 નંગ કપરાડા વિસ્તારના પ્રતિનિધિઓને આજ રોજ મંડળ દ્વારા આપવામાં આવેલ છે.