વાંસદા: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત કરાયા બાદ તેની યોજનાઓનો લાભ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં વિવિધ યોજનાઓ થકી પોતાનો વિકાસ કરનાર સફળ વ્યક્તિઓને કાર્યક્રમમાં સ્ટેજ પર બોલાવી સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.
ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં ફોરેસ્ટ, પોલીસ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી જેવી વિવિધ યોજનાના સ્ટોલ થકી લોકોએ વિવિધ પ્રકારના લાભો મેળવ્યા હતા.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)