ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ડેડીયાપાડા તાલુકામાં ચિકડા ગામ થી ડેડીયાપાડા તાલુકા મથકે જોડતો રાજ્ય ધોરીમાર્ગ અંદાજિત 16 km નો રસ્તો છે જે ધોરીમાર્ગ થી ચિકદા બેડવાણ દાભણ ઉમરાણ લાડવા મોસ્કુટ રેલવા ભરાળા સાબુટી કુંડીઆબા જળગામ મોસીટ કોરવી ગનખેતર ખોખરાઉમર વગેરે ગામોના સ્થાનિક લોકો શાળા કોલેજ જતા વિદ્યાર્થી બાળકો શિક્ષકો આ ખખડબંજ રસ્તાના કારણે માથાનો દુખાવો બન્યો છે.

જુઓ વિડીયો..

ખખડબંજ હાલતમાં રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે અને બાઈક સવારો કે નાના વાહનચાલકોનું અકસ્માતાનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી બે ધ્યાન બન્યા છે ? હવે કેટલાં લોકોની અકસ્માત થયા બાદ આ રસ્તાના સમારકામની કામગીરી કરશે ? હવે જોવાનું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગના તંત્ર દ્વારા રસ્તાનું કાર્ય ચાલુ કરશે કે પછી “જઇશે થે” ની જ સ્થિતિ રહે છે.