ધરમપુર: આજે વહેલી સવારે ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં મરઘાં ભરેલો ટેમ્પો ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં પલટી મારી ગયાની ઘટના બનવા પામી હતી. જેમાં ચાલકને નાની મોટી ઈજા થઇ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આજે વહેલી સવારે ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં મરઘાં ભરેલો ટેમ્પાના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેમ્પો રસ્તાની નીચે ઉતારી જતાં તે પલટી મારી ગયાની ઘટના બની છે. જેમાં ટેમ્પોમાં ભરેલા મરઘાં લગભગ સ્થાનિક લોકના કહેવા અનુસાર મારી ગયા હતા અને ટેમ્પો ચાલકને નાની મોટી ઈજા થવા પામી હતી.

આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પોહચી ગયા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ટેમ્પા ચાલકને મદદરૂપ થયા હતા. સ્થાનિક અમુક લોકોનું એવું કહેવું હતું કે ચાલક નશામાં હોવાની ગંધ આવતી હતી કદાચ તેમણે સંતુલન ગુમાવ્યું હશે જેને લઈને આ ઘટના બની હોય શકે છે.