મહારાષ્ટ્ર: આજે રેમન મેગ્સેસે એવૉર્ડ’, ‘ટેમ્પલટન પ્રાઇઝ’, ‘ગાંધી પીસ પ્રાઈઝ’, ‘પદ્મશ્રી’ અને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત અને ગાંધીવાદીની વિચારધારાને અખંડ રાખનાર બાબા આમટે (મૂળનામ મુરલીધર દેવીદાસ આમટે)નો જન્મ દિવસ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ મુરલીધર દેવીદાસ આમટે કે જે બાબા આમટે નામથી ઓળખાઈ છે તેનો જન્મ મહારાષ્ટ્રનાં વર્ધા પાસે હિંગલગઢ ખાતે 1914 માં 26 ડીસેમ્બરના રોજ થયો હતો. બાબા આમટે પર્યાવરણ સમતુલાની જાગૃતિ, નર્મદા બચાવો આંદોલન, વન સંરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં

પોતાના જીવનને લોકોની સેવામાં સમર્પિત કરનાર બાબા આમટેએ 9 ફેબ્રુઆરી, 2008ના રોજ ૯૪ વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે પણ તેમના કરેલા કર્યોને આજે પણ લોકો ભૂલ્યા નથી એમને યાદ કરી તેમને સન્માનની નજરે જુએ છે.