ઝારખંડ: ઝારખંડના રાંચીના આદિવાસી યુવા વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝે આઈપીએલ 2024ની હરાજીમાં ચર્ચામાં રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે મિન્ઝને હરાજીમાં 3 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી.
Decision News ને મેળવેલી માહિતી મુજબ આદિવાસી યુવા વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝે આઇપીએલમાં પસંદગી પામનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર છે. રોબિન મિન્ઝને હજુ સુધી ઘરેલુ ક્રિકેટમાં રમવાની તક મળી નથી. રોબિનને દમદાર બેટ્સમેન માનવામાં આવે છે. તે ફિનિશર તરીકે પ્રખ્યાત છે. રોબિનની પ્રતિભાને સૌપ્રથમ મુંબઈ ઈન્ડિયન્સે ઓળખી ક્રિકેટની તાલીમ માટે ઈંગ્લેન્ડ મોકલ્યો હતો.
હરાજીમાં આદિવાસી યુવા વિકેટકીપર બેટ્સમેન રોબિનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ ખેલાયો હતો. અંતે ગુજરાત ટાઇટન્સે 3.60 કરોડની બોલી લગાવી મિન્ઝને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

