વાંસદા: વાંસદા તાલુકાના એક જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ ગાયકવાડ નામના મહાશય એ એવું પરાક્રમ કર્યું કે સરકારી યોજના હેઠળ ગામમાંથી પસાર થતી કાવેરી નદીના ચેકડેમ માં લગાવેલ બારીઓ કાઢી લાવી પોતાના ઘરે પશુનો તબેલો બનાવી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

સત્તાનો નશો ભલભલાના હોશ બગાડી દે છે આ વાંસદાના ખાંભલા ગામના આ કિસ્સા પરથી સાબિત થાય છે. આદિવાસી વસ્તી ધરાવતા ખાંભલા ગામેથી પસાર થતી કાવેરી નદીના ઉપર નિર્માણ થયેલ ચેક ડેમમાં પાણીનો સંગ્રહ કરવા માટે મૂકવામાં આવેલ લોખંડની, બારીઓ ભૂતકાળમાં ખાંભલા ગમે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જાણે પોતે જ ખિસ્સાંના રૂપિયા ખર્ચ કર્યા હોય તેવા રોફમાં આ માજી સરપંચ અને હાલના તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય મહાશય બાબજુભાઈ ગાયકવાડ દ્વારા ગામમાં ચેકડેમ માં લગાવેલ બારી જોઈને તેમની લાલચ વધી જવા પામી હતી. અને આ ચેકડેમની બારી ઉઠાવી લાવીને ઘરભેગી કરી દીધી હતી અને હદ તો ત્યારે થઈ કે એ બારી, પોતાના કોઢારમાં ઉપયોગ પણ કરી દીધી હતી. ચેકડેમમાં પાણી રોકવાની આ બારીઓ આ ભ્રષ્ટ નેતાના ઘરના તબેલાના પશુઓનું મળમૂત્ર રોકી રહી છે.. બોલો આ તો કેવો વિકાસ અને કોનો વિકાસ..?

હાલ આ ચેકડેમ જિલ્લા પંચાયત સભ્ય બાબાજુ ભાઈ ગાયકવાડના કારસ્તાન બાબતે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ સરકારી યોજનામાં વપરાયેલા માલસામાનનો ઉપયોગ કરશે તો કઈ રીતે પાણીનો સંગ્રહ થશે પાણીનો ચોમાસું બાદ બારીઓ બંધ કરી દેવી જોઈએ તેના બદલે એ બારીઓનો ઉપયોગ પોતાના ઘરના માટે અથવા પશુના કોઠારા માટે થાય એક એટલે અંશે યોગ્ય કહેવાય હાલ તો આ બાબતે સંલગ્ન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને જનપ્રતિનિધી ઓ તેમના શાસનકાળ દરમિયાન સરકારી તિજોરી ની લૂંટ નહિ કરે તેવો દાખલો અનિવાર્ય છે.