કપરાડા: વલસાડના બાહુલ્ય આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ચોમાસા દરમિયાન રસ્નીતાની બાજુમાં માટીના ધોવાણથી પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે અકસ્માત થવાનું જોખમ ટાળવા સંરક્ષણ બનાવવા માંગ લોકો કરી રહ્યા છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડા તાલુકાના સિલ્ધા ગામના મુખ્ય રસ્તા પર આવેલ બાજુમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે નદીમાં આવેલ પૂરથી રસ્તાની બાજુમાં આવેલ માટીનું મોટા ભાગે ધોવાણ થવાથી ખાડાઓ પડી ગયા હતા. જે ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે આ મુખ્ય રસ્તો છે 40 થી 50 ગામડા જોડતો માર્ગ છે.

આ ઉપરાંત રસ્તા પરથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોર્ડરના ગામડાઓ તથા મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે માટે સિલ્ધા ગામના રહીશો દ્વારા જણાવવામાં આવે છે કે આ મુખ્ય માર્ગ છે અહીંથી હજારો ગાડી પસાર થાય છે કોઈ દુર્ઘટના ન ઘટે જેના કારણે આ રસ્તાની બાજુમાં સંરક્ષણ દિવાલ ઊભી કરવામાં આવે એવી લોક માંગણી છે.