ધરમપુર: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના લાકડબારી ગામના નરોત્તમભાઈ ધરમપુરના બીલપુડીના ત્રણ રસ્તા પરથી પોતાની મોપેડ લઈને બરૂમાળ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુરના બીલપુડીના ત્રણ રસ્તા પરથી પોતાની GJ-21-AF- 0690 નંબરની મોપેડ લઈને બરૂમાળ રસ્તા પરથી પસાર થતાં વાંસદા તાલુકાના લાકડબારી ગામના નરોત્તમભાઈનું અકસ્માત થયો હતો જેમાં તેનું ઘટના સ્થળ પર જ મોત થયાનું જાણવા મળ્યું છે.

ધરમપુરના બરૂમાળ રસ્તા પર અકસ્માત થયાની ઘટના સ્થળ પર લોકોના એકઠા થઇ ગયા હતા પણ અકસ્મતમાં માથાના ભાગમાં ઘાયલ થયેલા નરોત્તમભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હોવાનું લોકો કહી રહ્યા છે.