વાંસદા: ભારતમાલા, પાર-તાપી લિંક પ્રોજેક્ટ, હાઇવે-56 સંપાદન, લેપર્ડ સફારી પાર્ક હવે ગુડઝ ટ્રેન પ્રોજેક્ટ આ બધા આદિવાસી ખેડૂતોને રંજાડવા તથા જમીન પડાવી લેવાના બદઇરાદાપૂર્વક કરવામાં આવી રહેલું કૃત્ય છે એમ લોકચર્ચા વાંસદા વિસ્તારમાં થવા લાગી છે.

આ ઘટનાને લઈને અનંત પટેલની અધ્યક્ષતામાં રાત્રિસભાઓ પણ થવા લાગી છે. જે ગામોમાં જમીન સંપાદન થવાનું છે એ ગામોના અસરગ્રસ્તો સાથે આગેવાનો લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે જ્યારે Decision News દ્વારા અસરગ્રસ્ત ગામના આદિવાસી ખેડૂતો સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે સરકાર અમારી જમીન અલગ અલગ પ્રોજેકટો લાવી અમને પાયમાલ કરી દેવાનું ષડ્યંત્ર રચી રહી છે પણ અમે જીવના ભોગે પણ જમીન આપવાના નથી.

આદિવાસી આગેવાન બાબુકાકાનું કહેવું છે કે ‘હવે ઘરે આરામ કરવાનું છોડો અને આંદોલન માટે તૈયાર રહો.’ કોઇપણની સામે જુકાવુ નથી અને હવે આ બેજવાબદાર અને મળતિયાઓને પોછતું વહીવટીતંત્ર સામે આ આંદોલન જ એક માર્ગ રહ્યો છે.