કેવડીયા: 17 નવેમ્બર 2023 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ખાતે ગુજરાત શ્રમિક સંગઠનના પ્રમુખશ્રી મહેશ તડવી તેમજ જોઈટ સેક્રેટરી આશિષ તડવી દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર શ્રી આશિષ ગાંધી, DYSP વાણી દુધાત, Add કલેકટર બામણીયા તથા અન્ય નાયબ કલેક્ટર વલવાય, નાયબ કલેક્ટર વિઠલાણી તેમજ જુદી જુદી એજન્સીના મેનેજરો સાથે મુલાકાત લેવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગુજરાત શ્રમિક સંગઠનના પ્રમુખશ્રી મહેશ તડવી તેમજ જોઈટ સેક્રેટરી આશિષ તડવી દ્વારા12 નવેમ્બર ના રોજ કાયદેસર ની હડતાળને લઇ સમાધાનની ના પ્રક્રિયાના ભાગરૂપે આસિસ્ટન્ટ લેબર કમિશ્નર શ્રી આશિષ ગાંધી, DYSP વાણી દુધાત. Add કલેકટર બામણીયા તથા અન્ય નાયબ કલેક્ટર વલવાય, નાયબ કલેક્ટર વિઠલાણી તેમજ જુદી જુદી એજન્સીના મેનેજર શ્રી તેમજ કર્મચારીઓનાં પ્રશ્નનોને લઈ સમાધાનિક પ્રક્રિયા હેઠળ STATUE OF UNITY વિસ્તારના તમામ કર્મચારીઓને ગૂજરાત સરકારના 1/4/2023 નાં પરિપત્ર મૂજબનો પગાર, બોનસ ,ઓવરટાઈમ ચુકવણી, અને અન્ય લાભો તમામ એજન્સીઓ એ ફરજિયાત આપવાના રહેશે અને જો બાકી હોય તો તારીખ 31 December 2023 સુધીનાં મર્યાદિત સમયગાળામાં એરિયસ સાથે ચૂકવી દેવામાં આવે.

કમિશ્નર શ્રી આશિષ ગાંધી સાહેબશ્રી દરેક એજન્સીને બાંહેધરી આપી કે આ સમય મર્યાદા દરમિયાન જો એજન્સીઓ જાણી જોઈ ચૂક કરશે તો એવી એજન્સીઓને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે. તેમજ જે કર્મચારી ગાઈડ , ઓફિસ આસિસ્ટન્ટ સતત 5 વર્ષથી સેવા આપતાં દરેક કર્મચારીને ગ્રેજ્યુએટી મેળવવા હક્કદાર હોઈ છે અને ટૂંક સમયમાં નવા ટેન્ડરની પ્રક્રિયામાં લેબરમાં નીતિનિયમ મુજબ લાભ મળશે તેવી જોગવાઈ કરવામાં આવશે જે તમામ નાના મોટા કર્મચારીને લાભ મળશે.