વાંસદા: હવે વાંસદાના સીણધઈ, પાલગભાણ, રૂપવેલ,‎સિંગાડ, લાખાવાડી, કંડોલપાડા, કાંટસવેલ, ઢોલુમ્બર, ‎લીબારપાડા, કંબોયા, ઝરી, વાઘાબારી, સુખાબારી ગામમાંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી લોકોએ વિરોધનો શૂર ઉપાડયો છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ સંભવિત ગુડસ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભુસાવલથી પાલગઢથી સર્વેની કામગીરી શરુ થઇ છે અને વાંસદાના અમુક ગામોમાંથી આ પ્રોજેક્ટ પસાર થનાર છે. આ ગામોમાં નાના ખેડૂતોની પિયતની જમીન છીનવાનો ભય જોવા મળતા જ રૂપવેલ ગામમાં આ બાબતને લઈને અનંત પટેલ સાથે વાતચીત કરવા આદિવાસી ખેડૂતો ભેગા થયા હતા અને તેમની વ્યથા તેમને જણાવી હતી ત્યારે અનંત પટેલે આ પ્રોજેક્ટમાં જમીન ન આપવાના ખેડૂતોના નિર્ણયને સમર્થન આપી તેમને ટેકો આપી આ પ્રોજેક્ટના વિરોધ નોંધાવ્યો છે.

લોકનેતા અનંત પટેલનું કેહવું છે કે ગુડસ ટ્રેન પ્રોજેક્ટ જો સરકારે કરવો જ હોય તો ચાલુ નેરોગેજ લાઈનમાં જ વધારે ટ્રેક નાંખો, પણ જો નવા નવા ‎પ્રોજેક્ટમાં આવી રીતે સ્થાનિક ગરીબ આદિવાસીઓ ખેડૂતોની જમીન છીનાવામાં આવશે તો એ અમે કઈ ચલાવી લેવાના નથી જે સરકાર અને વહીવટીતંત્ર ધ્યાનમાં લે.